સ્વાદિષ્ટ દહીંમાં છે લાજવાબ ગુણો, ઘટાડે છે મેદસ્વિતા, જાણો તેના ફાયદા
શું તમે જાણો છો કે દૂધમાં દહીંની તુલનામાં વધુ પ્રોટીન, વિટામિન્સ હોય છે. દૂધની તુલનામાં દહીં પેટ માટે હળવું અને ફાયદાકારક છે. આ સિવાય દહીંમાં બહુ બધા પોષકતત્વો મોજૂદ હોય છે. જેની આપણા શરીરમાં આવશ્યકતા હોય છે.
દહીંમાં છે ગુણોનો ભંડાર
દહીંમાં બહુ બધા પૌષ્ટિક તત્વો સામેલ છે. દહીં પ્રોટીનનો મુ્ખ્ય સ્ત્રોત છે. જે લોકોને દૂધમાં સામેલ લેક્ટોઝથી એલર્જી થતી હોય તો તેને દહીંના સેવનની સલાહ આપવામાં આવે છે. કારણે કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન લેક્ટોઝ, લેક્ટોઝ એસિડમાં બદલી જાય છે. તેમજ તે સરળતાથી પચી જાય છે. દહીંમાં રિવોફ્લોવિન પણ સામેલ છે. જે હાડકાંની બીમારીને દૂર રાખે છે. ઓસ્ટોપોપરોસિસ પીડિત લોકોએ દિવસમાં એકવાર દહીનું સેવન અવશ્ય કરવું જોઇએ. જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય તેમના માટે પણ દહીંનું સેવન બેસ્ટ છે.
સુંદરતા સંબંધિત ગુણ
દહીંમાં જિંક, કેલ્શિયમ, વિટામિન બી1, વિટામિન બી2, અને યીસ્ટ સામેલ છે. જિંકમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે ખીલના ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. કેલ્શિયમમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે કોશિકાના પુનનિર્માણમાં મદદ કરે છે. આ સિવાય દહીંમાં બહુ બધા એજાઇમ્સ જોવા મળે છે. જે ત્વચાને મોશ્વર પુરૂ પાડે છે. રોમછિદ્રોનો આકાર ઓછો કરવામાં મદદરૂપ થાય છે. વાળને પણ મુલાયમ બનાવે છે.
Comments
Post a Comment