રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી? આ ટિપ્સથી 2 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ જશો
તમે અનિંદ્રાથી પરેશાન છો? રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી? તો તમારા માટે આ ટિપ્સ કારગર નિવડશે. ઊંઘ ફટાફટ આવી જાય તે માટે અહીં અમે અમુક વાત તમને જણાવી રહ્યા છીએ.
સૌથી પહેલા ઊંનો અને ઊઠવાનો સમય નક્કી કરો. રાત્રે ઊંઘવા માટે એક સમય નક્કી કરશો તો શરીર એ પ્રમાણે કામ કરવા લાગશે. રાત્રે આઠ વાગ્યે ઊંઘો કે નવ વાગ્યે પણ એક સમય ફિક્સ કરો. 8 કલાકની ઊંઘ લીધા પછી ઊઠવાનો સમય પણ ફિક્સ કરો.
સારી ઊંઘ માટે સુવાના બેથી ત્રણ કલાક પહેલા તમારે ભોજન કરી લેવું જોઈએ. નવ વાગ્યે સુવા માંગો છો તો તમારે છ વાગ્યે જમી લેવું જોઈએ.
તમે સુવો ત્યારે માથું અને પગ કઈ દિશામાં રાખવું તે પણ મહત્વપૂર્ણ છે. પૂર્વ દિશામાં હંમેશા માથું અને પશ્ચિમ દિશામાં પગ રહેવા જોઈએ. સુવાની બીજી રીત જોઈએ તો દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખવા. ક્યારેય ઉત્તર દિશામાં માથુ રાખી ન ઊંઘવું.
પથારીમાં આવ્યાને ઘણો સમય થઈ ગયા છતા ઊંઘ આવતી નથી તો ડાબી બાજુના નાકને બંધ કરો અને જમણી બાજુના નાકથી શ્વાસ લો અને બહાર કાઢો. બે ત્રણ મિનિટમાં જ તેની અસર જોવા મળશે અને ઊંઘ આવી જશે.
Comments
Post a Comment