સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ મંદિર બોચાસણ

ધાર્મિક મહાત્મ્યઃ ભગવાન સ્વામિનારાયણ ઈસ 1799માં નીલકંઠવર્ણી તરીકે ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ બોચાસણ પહેલી વાર પધાર્યા હતા અને આ ગામમાં પ્રાચીન રામજી મંદિરમાં તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. આ ગામના વડીલ શ્રી કાશીદાસ મોટાએ ભગવાન નીલકંઠવર્ણીને બોચાસણમાં જ વસી જવા આગ્રહ કર્યો તો ભગવાને તેમને કહ્યું હતું કે, એક દિવસ અહીં હું મારા સૌથી પ્રિય ભક્તની સાથે જ કાયમ માટે આવીને વસીશ.
પોતાના જીવનકાળમાં સ્વામિનારાયણ ભગવાન કુલ 32 વખત બોચાસણ આવ્યા હતા અને દર વખતે તેઓ કાશીદાસના બળદગાડામાં જ બિરાજીને વિહાર કરતા હતા. યોગાનુયોગે શાસ્ત્રીજી મહારાજ 5 જૂન, 1905ના રોજ વડતાલધામથી અલગ થઈને સૌ પ્રથમ બોચાસણમાં જ આવ્યા અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી.

સ્વામિનારાયણ મંદિર, બોચાસણ મંદિર માર્ગદર્શન, Swaminarayan Temple Bochasan Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati

એ પછી છ મહિનામાં તેમણે અહીં મંદિર બંધાવ્યું અને ગર્ભગૃહમાં અક્ષર અને પુરુષોત્તમ એટલે કે ગુણાતીતનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ઐતિહાસિક માહાત્મ્યઃ સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય બે ગાદી એટલે વડતાલ અને કાલુપુર. સહજાનંદ સ્વામીના સ્વધામગમન પછી મંદિરમાં અક્ષરસ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનની સાથે પુરુષોત્તમ સ્વરૂપ તરીકે ગુણાતિતાનંદ સ્વામીની મૂર્તિ સ્થાપવના મુદ્દે ઉગ્ર મતભેદો સર્જાયા.

Related image

અક્ષર અને પુરુષોત્તમને એક સાથે સ્થાન આપવાના સમર્થકો શાસ્ત્રીજી મહારાજના વડપણ હેઠળ એકત્ર થયા અને બોચાસણ ગામે નવી સંસ્થાની સ્થાપના કરી, જે આજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા તરીકે વિશ્વભરમાં મશહુર છે.

શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાનો વિકાસ કર્યો. આજે મહંત સ્વામી આ સંસ્થાના અધ્યક્ષ છે. BAPS તરીકે કરોડો શ્રદ્ધાળુઓમાં જાણીતી સંસ્થાના જન્મસ્થાન તરીકે પણ બોચાસણ ગામ અને મંદિરનું આગવું મહત્વ છે

Comments

Popular posts from this blog

માનુષી ચીલ્લર મિસ વર્લ્ડ 2018 માં કાળો સબાસાચી લેહેન્ગામાં અટકી ગયા.

પ્રેગ્નન્સીમાં દાડમના સેવનથી થાય છે આટલા ફાયદા

સ્વાદિષ્ટ દહીંમાં છે લાજવાબ ગુણો, ઘટાડે છે મેદસ્વિતા, જાણો તેના ફાયદા