શાકભાજી અને ફ્રુટની છાલ આરોગ્યની દ્રષ્ટિએ કેમ મહત્વની છે?
પણે સૌ જાણીએ જ છીએ કે ફ્રૂટ અથવા શાકભાજીનો જ્યૂસ પીવો તેના કરતાં તેને આખાં વાપરવાં વધુ યોગ્ય છે. ભલે તમે ફળનો રસ પલ્પ સાથે જ કાઢો, તો પણ જ્યૂસ કરતાં શાક કે ફ્રૂટ આખાં વાપરવાં વધુ સારાં છે.
જ્યૂસમાં શું રહી જાય છે? જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો જ્યૂસ પીએ છીએ ત્યારે તેમાં મહત્વનાં બે પોષકતત્ત્વો રહી જાય છે. ખાસ કરીને શાક અથવા ફળને છોલીને જ્યૂસ કાઢવો પડે છે અથવા તેને ગાળીને વાપરવાથી ખાસ કરીને ફાઇબર્સ વેસ્ટ થઈ જાય છે.
છાલનું મહત્વ : જે ફળ અથવા શાકભાજીની છાલ આપણે વાપરી શકીએ છીએ. જેમ કે, એપલ, પેર, અંજીર, દ્રાક્ષ, પ્લમ, દૂધી, ટામેટાં, કાકડી દરેકની છાલમાં અવનવાં જુદાં જુદાં વિટામિન આવેલાં છે. એ આપણા માટે મહત્વનાં છે. છાલ એવો પાર્ટ છે જેને સૌથી વધુ સૂર્યપ્રકાશ મળે છે. જેના કારણે તેમાં જુદા જુદા કલર પેદા થાય છે. આ પિગ્મેન્ટમાં જ ખાસ તો કેરોટેનોઇડ્ઝ અને ફ્લેવોનોઇડ્ઝ છે, જે આપણી હેલ્થ અને ગ્રોથ માટેનાં ખૂબ જ જરૂરી છે. ફ્રૂટની છાલ ખાસ તો કેન્સર સામે રક્ષણ આપે છે. અલ્ટ્રાવાયોલેટ રેઝથી થતા નુકસાનથી બચાવે છે. માટે જ્યારે શાકભાજીની છાલ કાઢીને જ્યૂસ કાઢવામાં આવે ત્યારે આના ફાયદાથી આપણે વંચિત રહી જઈએ છીએ.
પલ્પના ફાયદા : કોઈ પણ ફળ અને શાકભાજીની સાથે તેનો પલ્પ ફાઇબર્સનો સૌથી મોટો સોર્સ છે. જેમ કે, જ્યારે ઓરેન્જ કે ટામેટાંનો રસ કાઢવામાં આવે ત્યારે ટામેટાંની છાલ અને ઓરેન્જની ઉપર આવેલી ધોળી છાલ જે ફ્લેવોનોઇડ્ઝ સૌથી વધુ ધરાવે છે તે વેસ્ટ થઈ જાય છે. નારંગીનો રસ વિટામિન ‘સી’થી ભરપૂર છે. જ્યારે વિટામિન ‘સી’ ફ્લેવોનોઇડ્ઝ સાથે ભળે ત્યારે તે શરીર માટે વધુ ઉપયોગી બને છે. માટે નારંગી ખાવી વધુ ફાયદાકારક છે.
Comments
Post a Comment