રાની મુખર્જીએ દીકરીનાં ત્રીજા જન્મદિવસની આપી ભવ્ય પાર્ટી, કાજોલ સહિતના આવ્યા

 રાની મુખર્જી તથા આદિત્ય ચોપરાની દીકરી આદિરાનો ત્રીજો જન્મદિવસ યશરાજ સ્ટુડિયોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આદિરાની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. નવાઈની વાત એ છે કે રાનીની કઝિન કાજોલપણ દીકરા યુગ સાથે જોવા મળી હતી.

shilpa shetty to kajol, bollywood celebs attend adira birthday party

આવ્યા આ સેલેબ્સઃ
આદિરાની જન્મદિવસની પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, તનિષા મુખર્જી, તુષાર કપૂર, અનુ દિવાન, કરન જોહરના બંને ટ્વિન્સ(રૂહી-યશ), શ્વેતા બચ્ચન, ભૂમિ પેડનેકર, વાણી કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

2017માં પણ અજય-કાજોલ નહોતા મળ્યાં રાનીનેઃ
ઉલ્લેખનીય છે કે 2012માં યશ ચોપરાની અંતિમ ફિલ્મ 'જબ તક હૈં જાન' તથા અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર' એક જ દિવસે રીલિઝ થઈ હતી. યશરાજે 'જબ તક હૈં જાન' માટે વધુ સ્ક્રિન્સની ડિમાન્ડ કરી હતી અને તેને કારણે અજયની ફિલ્મ 'સન ઓફ સરદાર'ને ઓછી સ્ક્રિન્સ મળી હતી. આ વાતને લઈને અજય તથા આદિત્ય ચોપરા અને રાની-કાજોલના સંબંધો વણસ્યા હતાં. 2017માં યોજાયેલ એક એવોર્ડ શોમાં અજય-કાજોલ તથા રાની હાજર રહ્યાં હતાં. રાની ફ્રન્ટ રૉમાં જ બેસી હતી અને અજય-કાજોલ બધાને મળ્યાં હતાં પરંતુ તેમણે રાની સામે જોયું પણ નહોતું અને તેની અવગણના કરી હતી.

Comments

Popular posts from this blog

એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ

માનુષી ચીલ્લર મિસ વર્લ્ડ 2018 માં કાળો સબાસાચી લેહેન્ગામાં અટકી ગયા.

5 જી ભારતમાં ટૂંક સમયમાં આવશે...!