એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ
આદુંનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. તે અનેક ગંભીર તકલીફોને પણ દૂર કરે છે.
એલર્જી : ધૂળ, માટી, પ્રદૂષણ અને દૂષિત હવા એલર્જી થવાનાં મુખ્ય કારણો છે. એલર્જીની સાથે શરદી-સળેખમ દૂર કરવામાં પણ આદું ખૂબ મદદરૂપ થાય છે. એમાં રહેલા એન્ટિ-હેસ્ટામાઇન એલર્જીની અસરને દૂર કરવામાં મદદ કરે છે. ચક્કર આવતાં હોય ત્યારે તેનું સેવન લાભ કરે છે.
પાચન સુધારે : તે પિત્તાશયમાં પાચકરસ વધારે ઉત્પન્ન કરે છે, જેથી પાચનક્રિયા ઝડપી થાય છે. આદું નિયમિત ખાવાથી પાચનશક્તિ સારી રહે છે. આદુંના રસને આંબળા અને મધ સાથે લઈ શકાય છે.
પેટના દુખાવામાં રાહત: માસિકસ્રાવ દરમિયાન સ્ત્રીઓને પેટનો દુખાવો થતો હોય છે. એવામાં આદુંવાળી ચા મદદરૂપ છે. માસિકસ્રાવ દરમિયાન આદુંનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો દૂર થશે.
થાક કરે દૂર : કેટલાક લોકોને સવારે ઊઠતાં જ માથું દુખવા કે ઊબકા આવવા જેવી ફરિયાદ રહે છે. ખાસ કરીને સગર્ભામાં આ સમસ્યા વધારે હોય છે. આદુંનું સેવન કરવાથી શરીરને વિટામિન-6 મળે છે, જેથી સવારે લાગતા થાક, માથાનો દુખાવો, ઊબકામાં રાહત રહે છે.
Comments
Post a Comment